વાલમ મને મીઠો સાદ કરીને મળે.
વાલમ મને રૂપ વરસાદ ધરીને મળે.
ભીંજાવવું જ છે તો પછી બીક કેવી?
વાલમ મને જૂની યાદ લઈને મળે.
એકલી- અટૂલી પણ સ્મરણે દ્વંદ્વ,
વાલમ મને વીજ જેમ ચમકીને મળે.
ખૂબ થઈ પરીક્ષાને પ્રતીક્ષા ખરીને,
વાલમ મને જરાક નૈ મન ભરીને મળે.
હું તો બહાવરી વાટ જોઈને ગૈ થાકી,
વાલમ મને મેઘગર્જના બનીને મળે.
ઝંખના મારા ઉરતણી કેટકેટલી રહી,
વાલમ મને વહેતાં વારિરવ થૈને મળે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.