Gujarati Quote in Poem by Nilam Gohel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાદગી ના સરનામે જોઈ 'તી જેને, એ હું હતી,
લાગણી ના ઉપનામે જોઈ'તી જેને, એ હું હતી..

ખુદ ખર્ચાઈ ને કાયમ સંબંધો કમાણા સાહેબ..!
છતાં , અંતે શૂન્ય ના ઠેકાણે જોઈ'તી જેને , એ હું હતી..

સ્નેહના સંભારણે જોઈ'તી જેને, એ હું હતી,
સમજણ ના બારણે જોઈ'તી જેને, એ હું હતી..

ભાન ભુલાવી ને કાયમ સંજોગો સાચવ્યા સાહેબ..!
છતાં, અંતે સંતાપ ના ઠેકાણે જોઈ'તી જેને, એ હું હતી..

પ્રેમ ના પરમાણે જોઈ'તી જેને, એ હું હતી,,
વહેમ ના બંધાણે જોઈ'તી જેને , એ હું હતી..

જાત સંકેલી ને કાયમ શમણાંઓ સંતાડ્યા સાહેબ..!
છતાં, અંતે સ્વાર્થના ઠેકાણે જોઈ'તી જેને, એ હું હતી..


નિલમ કી કલમ✍️

Gujarati Poem by Nilam Gohel : 111937797
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now