હૈયા માં હેત ની હેલી છલકે,
આંખ માં એવો જ અંગાર ભડકે
પિત્તળ શી પિંડીઓ માં કડલા ખણકે
શરણાઈ સમા હાથ મા ચૂડલા શોભતા
સ્વમાન થી બીડાયેલા પરવાળા શા એના હોઠ મલકે....
હરણી શી કમર મા શોભતો એ કંદોરો એની કમર ને સર્પ ની જેમ ભીંસતો,
એ ગજગામીની ચાલ મા જાણે કેટલાય બાણ છટકે..
રૂપ નીતરતી નમણી ડોક માં નાગણ જેવા કેશ....
હેમ ની દિવી જેવી એની આંગળીઓ માં દસ દસ દિવા ઝળકે....
શું કેવુ બીજુ હવે?
મારી ગરવી ગુજરાતણ નું જોબન છલકે.