તારા સ્પર્શમાં ભીંજાતી હું
તારા આંખમાં રમતી હું
તારા વહાલમાં ભમતી હું
તારા ડગમાં સાથ આપતી હું
તારા શ્વાસમાં જીવતી હું.
તારા નસીબમાં નથી હું પણ,
તારા અસ્તિત્વમાં ફેલાતી હું.
તારા રક્તની બુંદ બની વહેતી હું.
તારા દિલ પર રાજ કરતી હું.
તારા દરેક અહેસાસમાં જાગતી હું.
તારી નીતરતી લાગણીમાં હું.
તારા શબ્દોના ભાવ બનતી હું.
તારી કવિતા ની કવિતા પણ વેદનાં.
તારાં અર્થનો ભેદ પણ હું.
તારાં તસવીર ની ઝાંખી પણ હું.
તારી દરેક ક્ષણમાં જીવતી પણ હું.
તારા જીવનનો ભાગ નથી હું પણ,
તારું આખે આખું જીવન જ હું.
વેદનાં ની કલમે 💓❤️