કોરીધાકોર મુજ આંખો ને ભીનું છે હ્રદય,
ક્યાં સુધી રાહ જોવડાવીશ? કહી દે તું !
મચી છે અહીં તો હોડ, શ્વાસો ને સમયની,
પરિણામ પહેલા આવીશ ને? કહી દે તું !
આંખોનો ઉંબરો ઓળંગી,નજર દોડે રોજ,
કદીક મને તો સાદ દઈશ કે ? કહી દે ને તું!
એકલતાનાં ઘૂંટડા ગળી , મીરાં થઈ ગઈ હું,
માધવ થઈ ક્યારે સમાવીશ ? કહી દે તું!
આશાનો સૂરજ ઊગે ને અસ્તાચળે ડૂબે આશા,
પૂર્ણિમાનો ચંદ્ર થઈ ક્યારે ચમકીશ? કહી દે તું!
✍️ સરગમ
-Priyanka Chauhan