Gujarati Quote in Poem by Hemali Ponda તની

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શર્ટનું થીગડું છુપાવીને મારા નવા કપડાં લાવતા'તા,
તોયે મને પપ્પા કંજૂસ લાગતા'તા!
ટિફિનની રોટલી ખાઈને ગરમ જમાડતા'તા,
તોયે મને પપ્પા ગરમ લાગતા' તા!
ઓફિસનો થાક ભૂલાવીને મારી સાથે રમતા'તા,
તોયે મને પપ્પા આળસુ લાગતા'તા!
આંખના આંસુ છુપાવીને શિક્ષા આપતા'તા,
તોયે મને પપ્પા કડક લાગતા'તા!
ખુદ ને ભૂલી જઈને મારું જીવન સંવારતા'તા,
તોયે મને પપ્પા મતલબી લાગતા'તા!
કઠોર ચહેરા પાછળ કોમળ હૈયું છુપાવી રાખતા' તા,
એટલે જ તની મને પપ્પા કદી ન સમજાયા'તા!!
-તની

Gujarati Poem by Hemali Ponda તની : 111936860
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now