બ્રાહ્મણની રસોઈ ને રાજપૂતની રીત,
વાણિયાનો વેપાર ને પારસીની પ્રીત.

નાગરની મુત્સદી ને વ્યાસની ભવાઈ,
લોહાણાની હુંસાતુંસી ને ભાટિયાની ભલાઈ.

આયરની રખાવટ ને ચારણની ચતુરાઈ,
મેમણની મક્કારી ને સૈયદની લુચ્ચાઈ.

કણબીની ખેતી ને સંધીની ઉઘરાણી,
પઠાણનું વ્યાજ ને ઘાંચીની ઘાણી.

મેરનો રોટલો ને પૂજારીનો થાળ,
કોળીની કરકસર ને ભક્તોની માળ.

વહિવંચાની બિરદાવળી ને ઢાઢીનાં વખાણ,
ભાટની કવિતા ને માણભટ્ટની માણ.

મણિયારાની ચૂડલી ને વાંઝાનો વણાટ,
ખવાસની ચાકરી ને ખત્રીનો રંગાટ.

સીદ્દીઓનો મસીરો ને કાગદીની શાઈ,
ખોજાના ડાળિયા ને કંદોઈની મિઠાઈ.

ચુંવાળિયાનું પગેરૂં ને વાઘેરની કરડાઈ,
આડોડિયાની ઝડઝપટ ને તરકની તોછડાઈ.

અબોટીનાં કીર્તન ને બદાણિયાની ઠેક,
સોમપુરાના મંદિરો ને ઘંટિયાની ખેપ.

સરૈયાનો સુરમો ને સુતારનું ઘડતર,
મોચીનાં પગરખાં ને કડિયાનું ચણતર.

વોરાની નમ્રતા ને વાળંદનો જવાબ,
પસાયતાનો ખુંખારો ને દરવાણીનો રૂવાબ.

ખારવાનું વહાણવટું ને લોધીની જાળ,
દરજીનો ટાંકો ટેભો ને પ્રજાપતિનો ચોફાળ.

નાડીયાનું ગાડાનારણ ને કાયસ્થની કલમ,
વૈદ્યનું પડીકું ને ગંજેરીની ચલમ.

રામાનંદીની આરતી ને મુલ્લાની બાંગ,
ભોઈનું રાંધણું ને ભરવાડોની ડાંગ.

સિપાઈનો સાફો ને નટડાનો દોર,
કાશીના પંડિતો ને તીરથના ગોર.

વાળંદની હજામત ને ચામઠાની શાન,
લુહારિયાની અટાપટી ને ડફેરનું નિશાન.

કબ્બાડીની કુહાડી ને ભીલનું તીર,
શીખની ઉતાવળ ને ધૂળધોયાની ધીર.

માધવિયાની કે’ણી ને ભવાયાનો ભાગ,
ઢાઢીની રામલીલા ને ધૂતારાનો લાગ.

મતવાનું મૈયારૂં ને રાંકાની રાબ,
ભીખારીની ઝોળી ને માળીની છાબ.

નાથનો રાવણહથ્થો ને ભાંડના ગાલ,
ચોરટાની શિયાળી ને તસ્કરનો ખ્યાલ.

મલ્લની કુસ્તિ ને બહુરૂપીનો વેશ,
જાદૂગરની ચાલાકી ને માલધારીનો નેસ,

ભોપાનો ભભકો ને રબારીની પુંજ,
ભરથરીનું ખપ્પર ને શેતાનની સૂઝ.

પ્રશ્નોરાનું વૈદું ને નાઘોરીનો નાતો,
સાધુનું સદાવ્રત ને કસાઈનો કાતો.

લંઘાના ત્રાસાં ને તૂરીનું રવાજ,
કામળિયાના કાંસિયા ને ડબગરનું પખાજ.

રખેહરનો ઢોલ ને મીરની શરણાઈ,
મારગીનો તંબૂરો ને ધોબીની ધોલાઈ.

જંગમનો ટોકરો ને રાવળનું ડાક,
વાદીની મોરલી ને બારવટિયાની ધાક.

લંઘીના રાજિયા ને યોગીની મોજ,
જત્તીનો ત્યાગ ને ફિરંગીની ફોજ.

વાંસફોડાના વાંસ ને હિજડાની તાળી,
ગોકળીનો ગોફણિયો ને રાજૈયાની થાળી.

સલાટની ઘંટી ને પીંજારાની તળાઈ,
સંઘાડિયાનો ઢોલિયો ને મજૂરની કમાઈ.

સંન્યાસીનું મુંડન ને જોગીની ધૂણી,
ફકીરની કદુવા ને શરાફીની મૂડી,

લુહારની ધમણ ને ગાંધર્વનું ગાણું,
જૈનોના ઉપવાસ ને સુરતીનું ખાણું.

મેઘવાળની મજૂરી ને ઘાંચીની ધાર,
દાડીયાની દાતરડી ને ખાણીયાનો ડાર,

માજોઠીનું ગધેડું ને ચુનારનો ભઠ્ઠો,
જતની સાંઢણી ને વણઝારાની પોઠયો,
ઘેડિયાની ટીપણી ને પઢોરાના રાસ,
કલાલનો દારૂ ને કઠિયારાનો કાંસ,

થોરોની ઈંઢોણી ને ચમારનો કુંડ,
સ્વામિનારાયણનો ચાંદલો ને અતિતનું ત્રિપુંડ,
મુંડાનો વાંદરો ને દેવીપૂજકની વઢવેડ,
વેરીયાની કરવત ને હિજરતની હેલ્ય...
*-કવિ પિંગળશીભાઈ મેઘાંણદ લીલા(ગઢવી)*

Gujarati Folk by Jay Vora : 111936534
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now