શમણાં જ્યારથી આવ્યા તારા,
નિંદર સહુની વેરણ થઈ ગઈ!
ખુશ્બુ જ્યારથી પ્રસરી છે તારી,
માદકતા અંગેઅંગમાં ફેલાઈ ગઈ!
સ્પર્શ જ્યારથી થયો છે તારો,
ઉષ્મા રોમ રોમમાં પ્રસરી ગઈ!
અધરોને જયારથી આપ્યું અમૃત તે,
હલચલ રોમે રોમમાં મચી ગઈ!
કાળી છે પણ કામણગારી છે તું..
કોફી,
પ્રેમમાં તારા દુનિયા દીવાની થઈ ગઈ!!
-તની
#coffee