સગા ભાઈ સાથે વેર છે અને પાડોશી નું તારે દિકરો થવું છે
જે મોંઢે મીઠાં થઈ ફરે છે પીઠ પાછળ એજ કડવું ઝેર ઓકે છે
પોતાના બાળકો અંધારા જેવા કાળા છે
છતાં પણ બીજાના બાળકોનાં સફેદ મોઢા પરના એક કાળા તલની તું મશ્કરી કરે છે
ઘરે ઘરે બીજાની પંચાત કરતા ફરે છે એમાં પછી ચારધામની યાત્રા પણ તને પાપમાંથી મુક્ત થવામાં શું મદદ કરે
બીજાની નિંદા, ઈર્ષ્યા, બુરાઈ, ખોદણી કર્યો પછી તું ગમે એટલું હવનમાં સ્વાહા કરી લે...ગમે એટલું સત્સંગમાં તાળીઓ પાડી લે ભગવાન તને તો નહીંજ મળે
કોઈ ફાયદો નથી દરરોજ મંદિરે જવાથી
કોઈ ફાયદો નથી માળા ફેરવવાથી
જો તારા કર્મ કાળા છે જો તારા વિચારોમાં દૂષણ છે
ભગવાન ને પામવા નરસિંહ મહેતા જેવું શુદ્ધ બનવું પડે
દુષ્ટ રાવણ જેવા ભક્તની ભક્તિને ભગવાન ક્યાંથી મળે