જિંદગીની આ દોડમાં ઓ સાથી,
તું મારો હાથ પકડી રાખજે,
હું ગભરાઈશ, મૂંઝાઈશ,
પણ જો તું બાજુમાં ઉભો હશે ને,
તો હું એને પાર કરી જઈશ.
તું દોડીશ નહી સાથે તો ચાલશે,
તો ઉત્સાહિત કરીશ તો પણ ચાલશે,
તારા હોવાનો અહેસાસ પણ,
જિંદગીની મેરાથોન હું જીતી જઈશ,
જિંદગીની આ દોડમાં ઓ સાથી,
તું મારો હાથ પકડી રાખજે.
#Marathon