ટકોર કરવાથી કોઈ સુધરી જશે એ શક્ય છે?
વર્તન પરિવર્તન કરી આભારી થશે એ શક્ય છે?
જરા સરખું રોકીએ કે ટોકીએ ના ગમે કોઈનેય,
ભૂલ સ્વીકારીને દિશા બદલી જશે એ શક્ય છે?
દરેક રાચે છે ' વાહવાહી' ના સપનામાં નિરંતર,
દિશાને દશા ટકોરથી સરખી થશે એ શક્ય છે?
પ્રશંસાના પૂલ બાંધીને તમે કોઈની પાસે જાઓ,
બાકી ટીકા કરવાથી લાગણી થશે એ શક્ય છે?
મીઠુંને અસત્ય પચાવવાની ક્ષમતા રહી આપણી,
વૈખરી વદવાથી કોઈ આપણી થશે એ શક્ય છે?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.