Gujarati Quote in News by Gautam Patel

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વિશ્વ ની સૌથી મોટી સોનાની લૂંટ* 🪙🪙🪙

ઇ.સ. ૧૫૧૯માં સ્પેનના જલ્લાદ પ્રકૃતિના સેનાપતિ હર્નાન કોર્નેસે મધ્ય અમેરિકાના સમૃદ્ધ આઝતેક સામ્રાજ્ય પર
(વર્તમાન મેક્સિકો) આક્રમણ કરી અને ક્રૂરતાપૂર્વક જનસંહાર ચલાવી ત્યાં સ્પેનિશ હકૂમત સ્થાપી દીધી. વિસ્તારવાદી સ્પેનનો બીજો સેનાપતિ ફ્રાન્સિસ્કો પિઝારો તેના જેવો જ નરાધમ હતો.
દક્ષિણ અમેરિકાના ઇન્કા સામ્રાજ્ય પર તેણે હુમલો કર્યો.
ઇન્કા સંસ્કૃતિ ત્યારે જહોજલાલીના શિખરે હતી. સોનાના અખૂટ ભંડારો હતા. ઇન્કા લોકો ચમચી સોનાની વાપરતા
અને તેમનાં ચાખડી જેવાં પગરખાં સોના વડે જડિત હતાં.
ઇન્કા લશ્કર ૮૦,૦૦૦ સૈનિકાનું બનેલું, જ્યારે ફ્રાન્સિસ્કો પિઝરોનું સૈન્યબળ ૫,૦૦૦ કરતાં વધારે નહિ. ઇન્કા રાજા
આતાહુઆલ્યા પ્રજાને મન દૈવી પુરુષ હોવાની બાતમી મળ્યા પછી તેણે રાજાને ‘મૈત્રીનો તથા ભાઇચારાનો’ સંદેશો મોકલી આમંત્ર્યો. રાજા આતાહુઆલ્યા ભોળવાયો, જેનાં બે માઠાં ફળ આવ્યાં. એક ઇન્કા સામ્રાજ્ય નાશ પામ્યું. બીજું ક્યારેય ન કલ્પ્યો હોય તેટલો સુવર્ણભંડાર સ્પેન પહોંચ્યો.
ફ્રાન્સિસ્કો પિઝારોએ છટકું ગોઠવી રાખ્યું હતું. ઊંચી પાલખી પર સવાર થયેલો અને સોનાનાં આભૂષણો વડે મઢાયેલો નિર્મળહૃદયી રાજા આતાહુઆલ્યા પરદેશી
અતિથિને સત્કારવા આવ્યો ત્યારે પ્રારંભિક વાતચીત બાદ પિઝારોએ તેને ગિરફ્તાર કરાવ્યો. ઇન્કા સૈન્ય મોટું હતું.
સ્પેનિશો ને પરાસ્ત કરી શકે તેમ હતું, પણ દેવપુરુષ રાજા શત્રુના કબજામાં ગયા બાદ ઇન્કા સૈનિકોને તથા ઇન્કા પ્રજાજનોને ફિકર રાજાને કેમ બચાવો તેની હતી.
રાજાને છોડવાની શરતરૂપે પિઝારોએ સોનું માગ્યું. સૈનિકો અને પ્રજાજનો સોનાનાં આભૂષણો, કલાકૃતિઓ, નાનાં-
મોટાં પાત્રો વગેરેના ઢગલા કરતા ગયા અને લાલચુ પિઝારો ઈનકા સંસ્કૃતિ ની જાહોજલાલી જોતો રહયો સોનું મળી ગયા પછી છેવટે તો તેણે રાજા ને મારી નાખ્યો. ઇન્કાનું લૂંટેલું સોનું સ્પેન પહોંચાડવા પિઝારો ને ૧૭૭ વહાણોની જરૂર પડી હતી. જે આજ સુધી ની માનવતવારીખમાં નોંધાયેલી મોટામાં મોટી સોના ની લૂંટ હતી.

Gujarati News by Gautam Patel : 111935719
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now