ઇન્ટરનેટના કારણે લોકો સારીરીક રીતે નજીક આવી ગયા છે
અને માનસિક રીતે એકબીજાથી દૂર થઈ ગયા છે.
બીજી રીતે કહું તો મોબાઈલ ફોનના કારણે જેટલા લોકો નજદીક લાવ્યા છે એના કરતાં વધારે દૂર થયા છે.
પહેલાના જમાનામાં કોઈ ખેતરે થી ખેડૂત ઘરે ન આવે સાંજ થઈ જાય મોડું થઈ જાય તો આખો પરિવાર ચિંતા કરતો હજી કેમ ન આવ્યાહોય .
અને અત્યારે આખો પરિવાર સાથે હોવા છતાં સાથે નથી હોતો સૌ પોત પોતાનો ફોન લઈને ખૂણો ગોતીને બેઠા હોય છે.
લોકો માનસિક રીતે એકબીજાથી દૂર થયા એના કારણે જ ડિપ્રેશન નું પ્રમાણ વધ્યું છે. અત્યારે કોઈને પૂછવાની જરૂર ન પડે કે તે ખુશ છે કે નાખુશ છે. તેના સ્ટેટસ ઉપરથી જ ખબર પડી જાય. અને અમુકના તો સ્ટેટસ એટલા બધા સારા હોય આપણને ઘડીક તો વિચાર આવે કે દુનિયામાં આટલી બધી સારપ છે તો ડખા સાને થાય છે?
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Depression