Gujarati Quote in Story by Priya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નેહા રોજની જેમ રસોડું પતાવવામાં વ્યસ્ત હતી. અગિયાર વાગ્યે તેને જિમ જવાનું હતું. તેનો પતિ નિખિલ પણ ઑફિસ હમણાં જ ઑફિસ માટે નીકળ્યો હતો. દિવસનું જમવાનું તે સવારે જ બનાવી લેતી હતી. જિમમાંથી આવ્યા બાદ તેને ખૂબ ભૂખ લાગતી હતી અને એટલી તાકાત રહેતી નહોતી કે તે જમવાનું બનાવી શકે. તેનું વજન વધવા લાગ્યું હતું. જે કપડાં તેણે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે લગ્ન અને હનીમૂન માટે ખરીદ્યા હતા તે બધા હવે તેને ટાઈટ થઈ રહ્યાં હતા. આખરે તેણે પોતાને પહેલા જેવી જ ફિટ બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો. જિમ તેની સોસાયટીમાં જ હતું એટલે નિખિલે પણ કોઈ ઑબજેક્શન નહોતું કર્યું. આમ તો તે ખૂબ રોકટોક કરનારો માણસ હતો. જિમ જોઈન કરતા પહેલા જ તેણે નેહાને જણાવી દીધું હતું કે, લેડિઝ ટાઈમિંગમાં જ જિમ જાય, ઘરેથી સલવાર સૂટ પહેરીને જાય અને જિમમાં જઈને ત્યાંના કપડાં પહેરે. ક્યારેક-ક્યારેય નેહાને તેના આ રૂઢિવાદી વિચારો પર ખૂબ ચીડ આવતી હતી. તેણે પોતાની સારી એવી નોકરી, ઘર સંભાળવાના શોખમાં છોડી દીધી. પૈસાની તો કોઈ તંગી નહોતી. તે થોડો સમય પોતાની મેરેજ લાઈફને પૂરી રીતે એન્જોય કરવા માગતી હતી. નેહાએ MBA કર્યું હતું. તે અને નિખિલ સાથે જ કામ કરતા હતા. ઓળખાણ વધતી ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા.

Gujarati Story by Priya : 111935560
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now