મિત્રો સો ટકા સત્ય અને ખરેખરો ન્યાય તો કુદરતનો જ છે.
કારણકે તેની પાસે હર ગુના ની સજા છે.
લોકોને એવું કહેતા તો તમે સાંભળ્યા જ હશે, કે અત્યારે રોગો બહુ વધી ગયા છે. જેટલી દવાઓ શોધાય છે એનાથી અનેક ઘણા વધારે રોગ વધ્યા છે. તો મિત્રો દવા નવી શોધાય રોગ થોડા નવા શોધાય છે. આગળના જમાનામાં આટલા રોગો નહોતા. એના પાછળ એ કારણ જવાબદાર હતું કે એ સમયમાં લોકો પાપ નહોતા કરતા. એટલે એમને સજાના રૂપમાં એ રોગો નહોતા મળતા. રોગ કોઈપણ હોય તમને કોઈ પણ પાપના સજાના રૂપમાં કુદરત તમને આપે છે. આગળના જમાનામાં લોકો ધાર્મિક હતા.
એટલે આટલા રોગો નહોતા થતા. બીજું એ લોકો ઘરનું ભજન જ જમતા. સાદુ અને સાત્વિક આહાર જમતા. એટલે રોગોથી બચી જતા હતા. અત્યારે તો આપણી દિનચર્યા એવી થઈ ગઈ છે. કેમ સવારથી સાંજ સુધી આપણે પાપ કર્મ જ કર્યા રાખીએ છીએ અને ના કરવા હોય છતાંય થાય જ છે. તમે સવારે ઊઠીને બ્રશ કરો છો, તો એમાં પણ ઢોરના હાડકા નાખવામાં આવે છે, તમારું બાળક વેફર ખાય છે. એમાં પણ ચરબીનો ફુવારો મારવામાં આવે છે. તમે કોઈ પણ વસ્તુ બહારથી લઇ આવો તે પ્લાસ્ટિકની થેલીમાં જ આવે છે. એ થેલી પછી તમે બહાર ફેંકી દયો છો એના દ્વારા વાતાવરણ પ્રદૂષિત થાય છે, એનું પાપ તમને જ લાગે છે. પાણીનો બગાડ કરો છો એનું પાપ પણ તમને જ લાગે છે. પાપ કરો એટલે તમારો પુણ્ય ખતમ થાય છે.
ગીતામાં લખ્યું છે સો પાપ કરો ત્યારે એક વિંછી કરડે.
અત્યાર ના જમાનામાં વીંછી ન કરડે પણ એટલું દર્દ તો કોઈ પણ રોગ દ્વારા થઈ શકે. કુદરત પાસે હર પાપની સજા છે એમાંથી તમે છટકી ન શકો. મોટી મોટી જે બીમારીઓ થાય છે કેન્સર,
હૃદયરોગ, એ પણ તમારા કરેલા પાપના બદલામાં જ મળે છે. કોઈ રોગ તમને મારી ન શકે. એ તો તમે જે પાપ કરમ કર્યો હોય એની સજાના રૂપમાં તમને એટલા સમય પૂરતો તમારા શરીરને કષ્ટ આપવામાં આવે છે. પત્ની કોઈ પણ પુણ્ય કર્મ કરે તો એનો અડધો શ્રેય પતિને મળે છે. તમારા બાળકો પાપ કરશે તો એનો પાપ તમને પણ લાગશે, તમારા બાળકો તમારા શરીરમાંથી જ પેદા થયેલા છે માતા-પિતા પાપ કરશે તો એનો પાપ બાળકોને પણ લાગશે. આ તમે સવારે ઊઠીને જે રિલ્સ જુઓ છો એમાં પણ કાંઈ ધર્મ નથી થતું પાપ થાય છે . માટે ફોનમાં એવા એપ રાખવા જોઈએ જેના કારણે ધર્મ વધારે થાય અને પાપ ઓછા પ્રમાણમાં થાય. મારા ફોનમાં લખવા અને વાંચવાના એપ સિવાય બીજો કોઈ એપ નથી youtube પણ ડીઝેબલ હોય છે.બાકી મને પ્રાચીન ભજન સાંભળવા ગમે છે એટલે mp3 ભજન સાંભળું છું. પહેલા મારાં ફોનમાં 105 કોન્ટેક નંબરહતા. પછી મેં વિચાર્યું કે આમાંથી અડધી રાતે કામ આવે એવા કેટલા છે. એટલે મેં 15 કોન્ટેક રાખ્યા અને બાકીના બધા ડીલીટ મારી દીધા. લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Justice