Gujarati Quote in Motivational by સુરજબા ચૌહાણ આર્ય

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આત્મહત્યા કરવા પાછળ નું સૌથી મોટુ કારણ
સહનશક્તિ નો અભાવ*
*બીજું કારણ ડિપ્રેશન *
*ત્રીજું કારણ ભણતર સાથે ગણતર નું નાં હોવું*
*ચોથું કારણ ભેદવાવ અને દેખાદેખી કરવી*
. *પાંચમું કારણ ટીવી સિરિયલો નું આંધણું અનુકરણ કરવું*
*છઠું કારણ માતાપિતા દ્વારા અપાતી વધારે પડતી છૂટછાટ *
હમણાનાં યુવાનો અને બાળકોમા સહનશક્તિનો બહુજ અભાવ જોવા મળે છે.
આના પાછળ માતાપિતા જ જવાબદાર છે.
બાળક જરાક જીદ કરે એટલે તેની જીદ પુરી કરી દે છેં.
અને એમ વિચારે છે જે સુખ સાધનો નો અમને નાં મળ્યા તે અમે અમારા બાળક નેં લઇ આપીએ.
અત્યારનાં જમાનાનાં માતાપિતા ઓ બાળકો નેં સુખસગવડ નાં દરેક સાધન લઇ આપે છે. જેવાં કે ફોન. ટેબલેટ. કોમ્પ્યુટર. લેપટોપ. ટીવી. ફ્રિજ. બાઈક. ફોરવીલ. વગેરે. પણ સંસ્કાર આપવાનું ભૂલી જાય છે.
ઘરમાં વડીલ હોય તો એને પૂછીને નથી કરતાં. અને સહનશક્તિ તો નથી બાળકો માં કે નથી માતાપિતામાં વડીલો સિવાય સહનશક્તિ છે જ નહિ.
*સહનશક્તિ કોઇ નબળાઈ નથી એ પણ એક જાતની શક્તિ છે*
સહનશક્તિ આપણને દુનિયાથી લળતાં શીખવાડે છે આપણો જીવ બચાવે છે. આપણા કામને બગડતા બચાવે છે
. બીજું કારણ ડિફ્રેસન .હમણાંનાં જમાનાનો માનવી પર્સનલ બહુ થઇ ગયો છે. ફોનમાં લોક. લગાવે છે. ઘરમાં લોક લગાવે છે. કોઇ વાત કોઇનાં થી શેર નહિ કરવાની. બધું પર્સનલ રાખવાનું. બધું અંદરને અંદર ભરીને જીવે છે.
એટલે કા ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે. કા કોઇ રસ્તો નાં મળે તો આત્મહત્યા કરી લે છે. અને કા પછી બધી વ્યાધિ ઉપાધિ સહન નાં કરી શકે એટલે હ્દયરોગ થાય છે. કાંતો લોહી ઘટ થઇ જવાથી લખવો થઇ જાય છે.
માટે એટલા પર્સનલ પણ નાં બનો કે તમને અને તમારા પરિવાર નેં નુકસાન થાય.
અને પહેલા નાં લોકો પાસે ભણતર અને ગણતર બંને હતું હવે ભણતર એકલું છે.
પણ જિંદગીની બહુ અઘરી પરીક્ષા જયારે આવે ત્યારે ભણતર નહિ ગણતર જ કામ આવે
માટે ભણેલા લોકો નેં જયારે મુસીબત આવે ત્યારે તેનો સામનો કરવાનાં બદલે આત્મહત્યા જેવું હલકું પગલું ભરી લે છે .
અને આત્મહત્યા નું પ્રમાણ અભણ લોકો કરતાં ભણેલા લોકોમાં વધારે છે.
ક્યારેય એવુ સાંભળ્યું કે ઘેટાંબકરા ચરાવવા નાં ડરથી કોઈ ગોવાળે આત્મહત્યા કરી હોય પણ એવુ જરૂર સાંભળ્યું હશે કે બારમાં ના રિઝલ્ટ નાં ડર થી આત્મહત્યા કરી હોય.
ઓછા માર્ક આવવાના ડરથી કે નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીઓ આત્મ હત્યા કરી લેતા હોય છે.
કારણ શુ ભેદભાવ અને દેખાદેખી.
તમારા બાળકની જેટલી મર્યાદા હોય તેટલા માર્કનીજ ઉમીદ રાખો તેનાથી વધારે ઉમીદ નાં રાખો ..
અને બાળક કોઇ દસ નું મશીન નથી. ઇન્સાન છે એને પણ થાક લાગે છે.
માતા પિતા દેખાદેખી કરે છે આને એટલા માર્ક્સ આવ્યા છે તો તૂ પણ એના કરતાં વધારે માર્ક્સ લાવજે આ યોગ્ય નથી.
માતાપિતા એ પણ બાળક ની પરિસ્થિતિ સમજવી જોઈએ. અને બીજી વાત કે બાળક જીદ કરે એટલે માતાપિતા તરત પુરી કરી દે છે સરવાળે બાળક જીદી થઈ જાય છે એને પૈસાની કિંમત નથી સમજાતી.
બાળક નાં બધા શોખ પુરા કરે છે.પણ સંસ્કાર આપવાનું ભૂલી જાય છે.
બાળકોને નાનપણથી આપણા ધાર્મિક ગ્રન્થો નું શિક્ષણ આપવું જોઈએ. જો તમારો બાળક ધાર્મિક ગ્રન્થો વાંચશે તો ક્યારેય આત્મહત્યા જેવું હલકું પગલું નહિ ભરે.
તમારા બાળકોમાં સહનશક્તિ કેળવો. તમારૂં બાળક જિંદગી મા ક્યાય પાછું નહિ પડે
. લી..... સુરજબા બી ચૌહાણ

Gujarati Motivational by સુરજબા ચૌહાણ આર્ય : 111935258
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now