પ્રેમમાં મેં દુનિયાની સૌથી સુંદર વસ્તુ જોઈ..
જ્યારે મેં તને એક મુસ્કાન સાથે જોઈ..
આમ તો બહુ ફરિયાદો છે ભગવાન પાસેથી મને..
પણ મારા સારા કર્મોનું ફળ તને જોઈ..
સાદગીમાં પણ અદભુત લાગે એવી..
દુનિયાની અજાયબી જોઈ..
તારી આંખોમાં નિર્દોષ પ્રેમની છબી જોઈ..
આમ તો અરીસામાં જોવું મને ખૂબ ગમે છે..
પણ તારી આંખોમાં મારો ચહેરો જોઈ ખુબ હરખાઇ..