આપણાં દુઃખની વાત કોઈને ના કહીએ મનવા.
આપણે જ આપણા સાથી બની જઈએ મનવા.
બીજા શું દુઃખ દૂર કરવાનાં આપણાં આશા ખોટી
અક્કલ હોશિયારીથી ઉકેલ કાઢી લઈએ મનવા.
આપણી સાંભળી વાત વિસ્તારે ના એનો ભરોસો
જ્યાંત્યાં આપણું હૃદય ના ખોલી દઈએ મનવા.
હાથે કરીને મૂરખ બનવા જેવો ઘાટ એમાં ગણાતો
એ તો કર્મ તણો હિસાબ સહેજે સહીએ મનવા.
આપણે કર્મપથપથિક હૈયે હિંમત ઝાઝી ધરીએ,
એમ કૈં ભરવસંતે આપણે શીદને ખરીએ મનવા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.