ક્યારેય અધૂરી ના રહે એવી આશ બનાવી લે..
તારા અધૂરા સપનાની રાહ બનાવી લે..
આમ તો હું છું ઘણું બધું..
પણ તારા માટે થોડુંક બનાવી લે..
વધુ તો કંઈ નથી બનવું મારે..
તારા માટે થોડીક ખાસ બનાવી લે..
સુંદર તો નથી હું બહુ..
સાદગીમાં જ અનન્ય બનાવી લે..
નથી કરી શકતી તારા માટે ઘણું બધું..
થોડાકમાં જ મનાવી લે..
માન્યું કે બહુ મોટા સપના છે તારા..
નાનકડું સુંદર સપનું જ મને બનાવી લે..
મને સુંદર જગ્યામાં રહેવાની આદત છે..
તારી આંખોમાં જ વસાવી લે..
સપના તો બહુ દૂરની વાત છે..
નાનકડી હકીકત જ મને બનાવી લે..