અમે તો નાનાં નાનાં બાળકો,
રમતાં-ફરતાં, નાનાં બાળકો ,
ખાલી મેદાન ખોવાય ગયાં,
અને જુની રમતો વિસરી ગયાં,
નવા-નવા ગેમઝોન બનવા લાગ્યાં,
બાળકોના મન તેમાં લલચાવા લાગ્યાં,
નાનાં બાળ રમવા, ફરવા ગયાં,
મોતની બાહોમાં ખોવાય ગયાં,
ગેમની મોજ લૂંટવા ઝોનમાં ગયાં,
આગની લપટોની અંદર લપેટાઈ ગયાં,
Noc વગર ચાલતાં ઝોનમાં,
બારીમાંથી કૂદકા મારવા પડ્યા,
અમે ઝુલતા પુલમાં ફરવા ગયાં,
પાણીની અંદર જીવ છોડી બેઠાં,
અમે તો નાનાં નાનાં બાળકો,
રમતાં-ફરતાં નાનાં બાળકો.