તૂટયા હજારો સપના, ભીતરે તૂટીને શ્વાસે રુંધાયો,
વિષ પીવડાવ્યો આ સંજોગોએ તો'ય હારવી નથી હિંમત!

ચઢાણ છે કપરું આ જિદંગીનું ધીરજ જાળવી ને ચાલવું મારે,
જિદંગી રૂપી આ પવૅત અઘરું જરૂર તો'ય હારવી નથી હિંમત!

બદલે અહીં માનવી પાણીના પ્રવાહની જેમ રંગો,
ફેલાવે ભલે દુશ્મનો અગનજાળ તો'ય હારવી નથી હિંમત!

કદમે કદમ આવે છે આંધીનાં એંધાણો રાહની મંઝિલે,
પડાવ કર્યો છે નકકી મંઝિલે પહોંચવાનો બસ હારવી નથી હિંમત!

દદૅ મળે હજારો, પીવા પડે ઘૂંટ વિષના 'જીજ્ઞા' ને તો'ય ભલે
વિંધાવું મંજૂર છે મને કાંટોથી, ફૂલ બની મહેકી જાવું છે પણ હારવી નથી હિંમત!

Jigna pandya ✍️

Gujarati Whatsapp-Status by Jigna Pandya : 111934756
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now