Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*........ શબ્દ સાધના .......*
*અમે વંશજ પરશુરામ ના*

*સતકાજે આવજો અમ આંગણે*
*નહીં તો નથી અમે કોઈ કામના,*
*મોતને લલકારીએ મર્દ થઈ*
*અમે વંશજ પરશુરામ ના .*

*અસત્યથી રહીએ અળગા સદા*
*દુરીજનની વાળીએ દાટ*
*સાષ્ટાંગ કરીએ સતી સંત ને*
*લફંગા ની લગાડીએ વાટ ,*
*કુ કૃત્ય કરો તો ઝાટકે દઈએ*
*તમે ભક્ત હો ભલે રામ ના,*
*મોતને લલકારીએ મર્દ થઈ*
*અમે વંશજ પરશુરામ ના .*

*શાસ્ત્ર , શસ્ત્રનું સમનવ્ય સાધ્યું*
*પરમાર્થ કાજે ધરીયું દેહ,*
*વચન દઈએ તો વેતરાઈ જઈએ,*
*નવ દઈએ કોઈ ને છેહ ,*
*દિલે સદા પરહિત ભાવના*
*મોતને લલકારીએ મર્દ થઈ,*
*અમે વંશજ પરશુરામ ના .*

*બીએ કોઈથી એ બ્રાહ્મણ નહીં*
*નિર્માલ્ય ન હોય ભૂદેવ,*
*મોહ મોટપ નહીં મનડે અમારે*
*અમે સંતુષ્ટ રહીએ સદૈવ,*
*સ્વભિમાન વહે રગ રગ મહીં*
*અમારા મૂળિયા વિષ્ણુધામ ના,*
*મોતને લલકારીએ મર્દ થઈ*
*અમે વંશજ પરશુરામ ના .*

*હરેશ જોશી ભવાનીપર*

Gujarati Poem by Naranji Jadeja : 111934543
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now