#Drama
જિંદગીની ઝલક
જેને આજ સુધી સમજી નથી કોઈએ,
ચાલો આજે એ જિંદગીની એક ઝલક જોઈએ...
આ જિંદગી...
ક્યારેક હસાવી જાય છે તો ક્યારેક રડાવી જાય છે,
અને ક્યારેક હસવું કે રડવું એવી મૂંઝવણમાં મૂકી જાય છે...
એ સુખ - દુઃખની પળોનો નો અનુભવ કરાવી જાય છે,
કઇ પળોને હંમેશા યાદ રાખવી એ આપણા પર છોડી જાય છે...
કેટલાંય પ્રશ્નો અને પહેલીઓનો ઉકેલ કરાવી જાય છે,
તો ક્યારેક પોતે જ પ્રશ્ન બનીને ઊભી રહી જાય છે...
અહીં ઈચ્છાઓ બધાની અધૂરી રહી જાય છે,
કેમ કે જિંદગી સિવાય ક્યાં બધું પૂરું થાય છે...
Nirali ✍🏻