રંગમંચના પાત્રો
તમે ક્યારે ઓફિસમાં એવી લેડીઝ જોઈએ છે??જેને કામ આવે ત્યારે પોતાના નાનું બાળક છે, એના હસબન્ડ બીમાર છે,એના ઘરે આમ છે તેમ છે એવા નાટક કરતી હોય?? અને જ્યારે પાર્ટી કરવાની થાય અથવા તો લાભ લેવાનો થાય ઓફિસમાં ત્યારે કોઈ બી અડચણ ના હોય અને સૌથી પહેલા પહોંચી જાય? ? -- આવી એકાદો નમૂનો તો દરેક ઓફિસમાં હોય જ છે.
તમે ક્યારે ઓફિસમાં એવા જેન્સ જોયા છે જે બહાર તો બહુ જ motivating, encouraging, well mannered હોય? અને ખાનગીમાં બોસને બધા વિશે આડાઅવળો ભરાવ્યા કરતા હોય? ખાનગીમાં બોસ ને પુરાવા સાથે અમુક વ્યક્તિઓના વિશે કાન પણ ભરતા હોય? ?
તમે ક્યારે એવી વહુઓ જોઈ છે જે પોતે બહુ કામ કરે છે આખો દિવસ નવરી નથી થતી એવું નાટક કરતી હોય? અને ફરવા જવાનું હોય તો સૌથી પહેલા તૈયાર થઈ જતી હોય કોઈની પરવા કર્યા વગર. ... પિયર જવામાં આપેલો નંબર હોય, અને ઘરની જવાબદારી લેવી હોય તો એને હાથ પગ દુખતા હોય, માથું દુખતું હોય, તાવ આવી જાય....
તમે ક્યારેય એવો બોસ જોયો છે જે બોસની પોઝીશન પર છે પણ પોતાની જવાબદારી આવે ત્યારે એનાથી નાની પોસ્ટ વાળા ઉપર બધું ઠેલવી દે? પોતે ખાનગીમાં પર્સનલ કામ સિવાય કંઈ કરતો જ ના હોય?
તમે ક્યારેક એવી છોકરીઓએ જોયા હશે જે બધું કામ કાંડ કરવામા પાવરધી હોય, અને પકડાઈ જાય ત્યારે ટપ ટપ આંસુ વસાવી અને સહાનુભૂતિ બટોરતી હોય?
તમે આ બધું જ જોયું હશે. જ્યારે તમને બધી ખબર પડતી હોય અને તમે જોયા કરો ત્યારે આવી વ્યક્તિઓના ડ્રામા જોવાની બહુ મજા આવે છે. નિષ્પક્ષ થઈને આ ડ્રામા જોયા કરવાના. તમારી નજર સામે કોઈ વ્યક્તિનું કેટલું સ્ટાન્ડર્ડ છે એ બતાવશે.
stay connected
#Drama