ડ્રામા વગરનું જીવન ના હોય
જીવનમાં હર રોજ ડ્રામા થતો રહે છે..
ટુંકી વાર્તા
"નાટક"
એ શું કહું છું આવતી કાલે મહેમાન આવવાના છે.
તમને રવિવાર જ મળે છે? આ એક રજા મળે ને તમે મહેમાન બોલાવો છો. આવતી કાલે મારે બહાર જવાનું છે.
તારે દર રવિવારે બહાર જવું છે એવું કહે છે ભાગ્યે જ જાય છે.
એ મારી મરજી. આખું અઠવાડિયું તમારી મરજી મુજબ જીવવું પડે છે.એક દિવસ મારા માટે નહીં આપો?
તારે તો મહેમાન આવવાના હોય ત્યારે જ નાટક સુઝે છે.
ને તમારે દર રવિવારે નાટક કરવા છે. એક રવિવારે મહેમાન બોલાવવા. બીજા રવિવારે થાકી ગયો છું એમ કહેવાનું. મને ક્યારેય બહાર લઈ જાવ છો?
અરે ગાંડી.. હું નાટક કરતો હતો. ચાલ આવતી કાલે સાંજે આપણે ફિલ્મ જોવા જઈએ.
એટલે ફિલ્મી ડ્રામા જ ને! ના..ના મારે ફિલ્મ જોવી નથી. આપણે સાંજે ક્યાંક ફરવા જઈએ. ને પછી હોટલમાં જમી ને ઘરમાં.
ઓકે..પણ કાલે ડ્રામા ના કરતી.
નહીં કરું પણ ડ્રામા વગરનું જીવન હોય ખરું?
- કૌશિક દવે
#Drama