Gujarati Quote in Motivational by Dr Bharti Koria

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક બદનામ સ્ત્રી

કોઈ સ્ત્રી વિશે કંઈ આડા અવળું સાંભળીએ ત્યારે એક વસ્તુ જરૂર વિચારવી. આડાઅવળી વસ્તુઓ તમને કહી છે.

જ્યારે એક સ્ત્રીના ગુણોને કોઈ પુરુષ સહન નથી કરી શકતો ત્યારે તે એને દબાવવાની ટ્રાય કરે છે.જ્યારે સ્ત્રી એનાથી બુદ્ધિમાન અને આગળની પોસ્ટમાં નીકળે ત્યારે તે તેના વિશે ખરાબ અફવાઓ ઉડાડવાનો ચાલુ કરે છે.કેમ કે એ સ્ત્રીનું ક્યારેય બગાડી નથી શકતો એટલે હવે એને વિશે અફવાઓ ઉડાડી અને એના કેરેક્ટર વિશે શંકા ઉત્પન્ન કરે છે.


એક સ્ત્રી વિશે અફવા સાંભળો ત્યારે એ અફવા કોણ ઉડાડે છે એ જરૂર જાણવું. કોઈ એક પ્રેમીને એ સ્ત્રી નથી મળી એટલે એ સ્ત્રીને એ બીજાની પણ નહીં થવા દે. ક્યારેક એસિડ ફેકશે એના ઉપર. ક્યારેક એ એની જિંદગી બરબાદ કરવાના પ્રયત્નો કરશે. પણ ઘણા માનસિક રીતે દુઃખી હોય છે જ્યારે એ કંઈ નથી બગાડી શકતા ત્યારે સ્ત્રી વિશે એ અયોગ્ય વાતો અફવાઓ ફેલાવવાનો ચાલુ કરે છે. જ્યારે સ્ત્રી એમને નથી મળતી ત્યારે તે ઈચ્છે છે કે એ કોઈને પણ ના મળે અને આવા હેતુથી આ અફવાઓ ઉડાડવામાં આવે છે.

આજનો જમાનો આધુનિક છે. તેઓ બધા લેવલની પરીક્ષાઓ પાસ કરી અને ઊંચા પદ પર બેસે છે. જ્યારે સ્ત્રીથી મોટી ઉંમરના લોકો ને એમની અંદરમાં કામ કરવું પડે છે ત્યારે એ લોકોનો ઈગો હર્ટ થઈ જાય છે. આવા લોકો એમના કામ કરી નહીં આપે, ઓફિસમાં હેરાનગતિ કરશે, આયોગ્ય અભદ્ર શબ્દો બોલીને abuse કરશે, ફરિયાદો કરશે અને પોતાનાથી ઊંચા લેવલે બેઠેલી સ્ત્રી અધિકારીને માનસિક રીતે ત્રાસ આપવાનો ચાલુ કરશે. કોમ્પિટિશનમાં એ સ્ત્રીને નથી પહોંચી શકતા એટલે એને નીચી બતાવવા માટે એના કેરેક્ટર, એની આવડત, એના knowledge પર શંકા શંકાઓ ફેલાવી અને અભદ્ર ટીકા ટેકનીઓ પાસ કરશે.

એક દીકરી વિશે અફવા સાંભળો ત્યારે એટલું જરૂર વિચારજો કે એ દીકરી ભણી ગણીને આગળ તો નથી વધી ગઈ ને? ક્યાં કે ના સમાજના લોકો એવા તો નથી ને કે જે પોતાની દીકરીઓને નથી ભણાવતા અને બીજાની દીકરી આગળ ભણી જાય એ જોઈ નથી શકતા? ક્યાંક એ સમાજના લોકો એવા તો નથી ને કે પુરુષોનો ઈગો એટલો મોટો હોય કે એ બધી દીકરીઓને દબાવા જાય છે.પણ કોઈ એક દીકરી ભણી ગણીને આગળ વધી જાય છે. ત્યારે આ સમાજના લોકો એ દીકરીને પાછળ પાડવા માટે એના વિશે ખરાબ અફવાતું નથી ફેલાવતા ને? ?


કોઈની ઉંમરલાયક દીકરી વિશે અફવાઓ સાંભળો ત્યારે આટલું તો જરૂર વિચારજો. ક્યાંક સારી, સુંદર, ભોળી દીકરીને જોવા ગયેલા લોકોને જવાબમાં ના મળતા એ લોકોએ રોસે ભરાઈ અને એ દીકરીને બદનામ કરવા તો અપાવો નથી ઉડાડીને?

કહેવું ઘણું છે બધું લખી શકાય નહીં,
ક્યારેક તો જાણશો જેટલું લખાય એ.
#Character

Gujarati Motivational by Dr Bharti Koria : 111934387
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now