શું લખું હું કવિતા શબ્દો મારા ખુટી પડે છે,
કલમ નો જો સહારો લઉં તો શ્યાહી ખુટી પડે છે..
અમીની ડાયરીમાં ઉતારુ તો કાગળ ખૂટી પડે છે,
લાગણીમાં પરોવા જાઉં તો સ્નેહ ખુટી પડે છે..
હૃદયમાં જો સમાવા જાઉં તો ધબકાર ખૂટી પડે છે,
મનમાં હું સમાવી લઉં તો મન નો ભાવ ખૂટી પડે છે..
સપના માં બોલાવી લેતી પણ ઊંઘ ખૂટી પડે છે,
જીવ ભરી ને માણી લેતી પણ જીદંગી ખુટી પડે છે..
શબ્દો ના અમીનશા માં તને તરબતર કરી લેતી પણ
મૈયખાના સમી કવિતાઓના જામ પણ ખુટી પડે છે...
અમી...📝
#Book