" પ્રેમપત્રો ઘણાએ લખાયા અમારી વચ્ચે પણ અમે એક બીજાના ના થયા "
આ પણ એક એવી જ કહાની છે
____________________પ્રેમપત્ર ____________________
રોજની જેમ આજે પણ સ્કૂલમાંથી પ્રેમપત્ર મળ્યું મનના સવાલો ફરી બોલી ઉઠ્યા કોણ છે એ છોકરી જે મને પ્રેમપત્ર લખે છે , કોણ છે એ છોકરી જે મને પ્રેમપત્ર લખે છે
આજે સ્કૂલમાંથી કોલેજમાં આવ્યો તો પણ પ્રેમપત્ર એનું મળે જ છે
હું રોજની જેમ આજે પણ વહેલા ઉઠી ગયો કેમ કે આજે મારે સબમિશન છે વહેલા ઉઠીને હું તૈયાર થઈ ગયોને કોલેજ જવા માટે નીકળી ગયો..... ફાઈનલી હું કોલેજ પહોંચી ગયો,
કોલેજમાં ગયા પસી મને ખબર પડી કે આજે તો હેતલનો જન્મદિવસ છે પણ કઈ રીતે કઉં એને ........ અને અત્યારે જન્મદિવસની શુભકામના પાઠવવા જઈ તો હેતલ મને બોલશે,
પસી હું સરનું સબમિશન કરાવતો હતો ત્યારે હેતલ અમારા લેબમાં આવી અને મારા સામેની સાઈડ ઉભી થઈ ગઈ ( હેતલને લાગતું હતું કે હું એને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીશ પણ એવું થયું જ નઈ કેમ કે મારા દિલમાં હેતલ માટે કઈ હતું જ નઈ એટલે મેં હેતલને ઈગનોર કરી નાખી ) .
ક્લાસના બધા લોકોએ હેતલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી પણ મેં એને જન્મદિવસ પર વિશ ના કર્યું એ વાત એને ખટકીને હેતલ ત્યાંથી જતી રહી ને મારી વાત મનમાં જ રહી ગઈ
સાચું કઉં તો મારે પણ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવી હતી પણ મનની વાત મનમાં જ રહી ગઈ....