જ્યાં સાથે રહેવાની છે આસ
ત્યાં જ તો જીવતો છે વિશ્વાસ
જ્યાં મારા કરતાં તું છે ખાસ
ત્યાં જ તો જીવતો છે વિશ્વાસ
જ્યાં પ્રેમમાં બની જઇએ એકમેક ના દાસ
ત્યાં જ તો જીવતો છે વિશ્વાસ
જ્યાં પ્રેમ ની છે અતૃપ્ત પ્યાસ
ત્યાં જ તો જીવતો છે વિશ્વાસ
સાથીનો સાથ ના હોવાથી જીવન લાગે વનવાસ
ત્યાં જ તો જીવતો છે વિશ્વાસ
જ્યાં પોતપોતાની ભૂલ નો છે અહેસાસ
ત્યાં જ તો જીવતો છે વિશ્વાસ
જેના સાથ થી જીવનમાં છે માત્ર હર્ષોલ્લાસ
ત્યાં જ તો જીવતો છે વિશ્વાસ
જેના આગમનથી જીવન બની જાય સુંદર પ્રવાસ
ત્યાં જ તો જીવતો છે વિશ્વાસ
સદાય પ્રેમનો છે જે સંબંધમાં વાસ
ત્યાં જ તો માત્ર જીવતો છે વિશ્વાસ......
#Believe