કાગડાઓ એક થઇ ક્રા ક્રા કરે,
કોયલ ની કૂ કૂ ના દબાવી શકે,
કારણ કે કાગડાઓ પોતા ના કંઠ મા કોયલ ની કૂ કૂ ના લાવી શકે !
એક પગે પાણી માં સ્થિર થઇ બગલાઓ ધ્યાની નો ઢોંગ તો રચાવી શકે,
પણ હંસલા ની જેમ સાચા મોતી નો ચારો ના ચરી શકે ના પચાવી શકે !
જુઠ્ઠી જમાત બધી એક થઇ થોડાં દિ’ સચ્ચાઇ ના શબ્દો ને રુંધી શકે,
પણ ખોટાબોલાઓ સચ્ચાઇ ના સાચા ખોળા કદિ ના ખુંદી શકે !
વિરોધી ઇર્ષ્યાળુ સફળ માણસ ના વેરી થઇ વાળ ને વિખેરી શકે,
પણ જેના પર રામ મારો ક્રુપા કરે એનું માથુ કદિ ના વધેરી શકે !
(માટે) મુંજાશો મા તમે મોંઘા માનવીઓ મૌજ અને મસ્તિ થી મ્હાલ્યા કરો,
ભલે ને શ્વાન બધા ભસતા હોય રાત દિ’હાથી છો હિમ્મત થી હાલ્યા કરો !