હોવી જોઈએ…
કોણે કહ્યું કે, ફુલોથી ભરેલી ડગર હોવી જોઈએ,
કંટકો સાથેય, દોસ્તી પ્યારી હોવી જોઈએ!
છો સફળતા થી મપાતો, માપ દંડ માણસનો,
અસફળતા ની કિંમત તોય, ન્યારી હોવી જોઈએ!
ઈચ્છાઓ અતૃપ્ત, ડસતી રહે છે નાગ જેમ,
સંતોષ એ જ જીવનની, ચાવી હોવી જોઈએ!
લક્ષ્ય હોય જીવનમાં તો, પ્રાપ્ત થઈને જ રહે છે,
મત્સ્યવેધ કરવાની, અર્જુન નજર હોવી જોઈએ!
ભલે ના હો જિંદગી, રોચક કિસ્સાઓથી ભરપુર,
“ચાહત” થી ભરપુર, કોઈ એક ક્ષણ હોવી જોઈએ!!
💕ચાહત💕
(Neha Desai, NJ)