લાંકામાં લાડી અને ઘોઘા માં વર આ કહેવત આપણે ત્યાં જાણીતી છે.
આપણે કોઇ એનાથી અજાણ નથી.આ કેહવત પાછળ એક પૌરાણિક વાત છુપાયેલી છે.
શ્રી લંકામાં જયારે રાજા રાવણ નુ રાજ હતું, ત્યારે ઘટના એવી બની કે રાવણ ના ઘરે એક દિકરી નો જન્મ થયો,તે દેખાવે બહુજ સુંદર અને નમણી હતી.
જયારે રાવણ ના ઘરે દિકરી નો જન્મ થયો એટલે રાજ પુરોહિત ને બોલાવવા માં આવ્યા, અને આ નાનકડી દિકરી ના જોસ જોવામાં આવ્યું. જ્યોતિસે જોશ જોઈને કહ્યુ કે દિકરી ના બધા ગ્રહ નક્ષત્ર સારા છે, પણ દશાનન રાવણ બોલ્યો પણ શુ પુરોહિત જી. આગળ બોલો. જ્યોતીસ આગળ કહે આ તમારી દિકરી ના લગ્ન. શુદ્ર જ્ઞાતિ ના છોકરા સાથે થશે,
આ સાંભળી ને રાવણ તો બહુજ ગુસ્સે થઇ ગયો. જ્યોતિષ ને કહે આનો કોઇ ઉપાય. તો જ્યોતિષ કહે દશાનન વિધાતા ના લેખ માં કોઇ મેખ નથી મારી શકતું આ તો અવશ્ય બનશે.
જ્યોતિષ રાવણ ને કહે જે દિકરા સાથે તમારી દિકરી ના લગ્ન થશે એ દિકરો પણ આજે જ તમારા રાજ્ય માં જન્મ લઇ ચુક્યો છે. રાવણે તો પોતાના સૈનિકો ને બોલાવ્યા અને સૂચના આપી કે આજે આપણા રાજ્ય માં જે પણ શુદ્ર જ્ઞાતિ માં છોકરા જન્મ્યા છે એમને મારી પાસે લઇ આવો,
સૈનિકો બધા નવજાત શિશુઓ લઇ આવ્યા. અને રાવણે હુકમ કર્યો કે આ બધા ને મારી નાખો અને સૈનિકો બધાને જંગલ માં લઇ ગયા અને મારી નાખ્યા.
. એમાં એક દિકરો બહુજ સુંદર અને દેખાવડો હતો એને મારતા એક સૈનિક નો જીવ ના ચાલ્યો એટલે તે એને લાકડાની પેટી માં રૂ માં વિટાળી ને દરિયા માં પેટી નાખી દીધી.
એ પેટી તરતી તરતી ઘોઘા દરિયા કિનારે આવી ત્યાં એક માણસ ને મળી એને જોયું તો પેટી માં બાળક તે બાળક જોઈને ખુશ થઇ ગયો.
ઘોઘા ના રાજા ને કોઇ સંતાન ન હતું. એટલે એ માણસે વિચાર કર્યો હું આ બાળક રાજા ને આપી દઉં. રાજા બ્રાહ્મણ હતો. એ માણસે બાળક રાજા ને આપી દીધો.
ધીરે ધીરે સમય પસાર થતો ગયો, એમ કરતા કરતા દિકરો યુવાન થયો. હવે આ બાજુ રાવણ ની દિકરી મોટી થઇ બધા પંડિતો ને બોલાવી પોતાની કન્યા માટે મુરતિયો ગોતવાનું કામ સોંપવામાં આવ્યું.
બરોબર એ સમય ઘોઘા ના રાજા ના કુંવર નો ફોટો પંડિત લઇ આવ્યો આ રાજકુમાર પસંદ આવ્યો કુંવરી ના લગ્ન થયા,
ત્યારે રાવણ બોલ્યો પંડિતો તમે કેહતા હતા ને વિધાતા ના લેખ ના બદલે મે બદલી નાખ્યા. ત્યારે અકાસવાણી થઇ, કે રાવણ વિધાતા ના લેખ નથી બદલ્યા
આ એજ છોકરો છે જે શુદ્ર નો છે. રાવણ તો દંગ રહી ગયો, રાવણ એના સૈનિકો ને બોલાવ્યા અને સમગ્ર ઘટના જાણી. તો ખબર પાડી કે એ છોકરા ને માર્યો ન હતો.
એને પેટીમાં નાખી ને દરિયા માં મોકલી દેવામાં આવી હતી. રાવણ ના ગુસ્સા નુ કોઇ પર ના રહ્યો. અને ભવિષ્યવાણી સાચી પાડી.
તે દિવસથી કહેવત પડી કે લંકામાં લાડી અને ઘોઘા માં વર.
ગમે તો લાઈક અને કમેંટ કરજો. લી. ચૌહાણ સુરજબા "આર્ય "