" સાથે થયા "
( ગઝલ )
હકીકત અને ખ્વાબ સાથે થયા.
અધૂરા બધા કામ રાતે થયા.
સજા તોય આપી, હતો સાવ નિર્દોષ;
કે સહેમત બધા એક વાતે થયા.
વિચારો ઘણાં મેચ થાતા હતા;
સગા સાઢુ ભાઈ એક નાતે થયા.
અભિનય જરા એક કરવો હતો;
બધા બાળ તૈયાર જાતે થયા.
ઘણો માર કરતાં સહન તેં છતાં;
જુદા કોઈ રીતે ન લાતે થયા.
©✍️ Bન્દાસ
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લગાગા × ૦૪