Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Time

" સમય "
( ગઝલ )

જો નદીની જેમ વહેતો આ સમય.
કોઈ ઠેકાણે ન રહેતો આ સમય.

ધાર્યું કરતો જાય છે આજે બધે;
ના શિખામણ કોઈ લેતો આ સમય.

માંગતા આપે જરા ના કોઈને;
ના સમય પણ ક્યાંય દેતો આ સમય.

મસ્ત થઈને જિંદગી જીવે જતો;
ક્યાંય ના દુઃખ ન સહેતો આ સમય.

મોતની પરવા નથી એને જરા;
ક્યાંય પણ Bન્દાસ રહેતો આ સમય.

©✍️ Bન્દાસ
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ:રમલ=ગાલગાગા×૦૨+ગાલગા

Gujarati Poem by Rakesh Solanki : 111932943
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now