#Success
સફળ ફેરો..
પરાગ વિદેશથી MBA કરી પોતાની પેઢીએ સ્થાપેલ કોલેજને નંબર વન બનાવવા ભારત પરત ફર્યો અને કોલેજનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લીધુ અને ધીરે ધીરે લગ્ન કરી સ્થાઈ થયો, પણ અચાનક જ આ નંબર વન પર પહોચેલી કોલેજ મિલકતના ભાગલા પડતાં કાકાના પરિવારને સોપવામાં આવી. ત્યારબાદ તેણે નવા વ્યવસાયમાં સેટ થવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયો. અંતે હિંમત ન હારતા ફરી પરિવાર સહ વિદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો પત્નીના સાથ-સહકારથી ફરી વકિલનો અભ્યાસ કરી ઉચ્ચ કક્ષાનો વકિલ બન્યો.
અહિ કોલેજનું મેનેજમેન્ટ ધીરે ધીર અસ્ત વ્યસ્ત થવાં લાગ્યું અને કોલેજમાં કોઈ ઘટનાનાં કારણથી કેસ થયો ને કોલેજને સીલ લાગ્યું. પરાગને ખબર પડતાં જ એકક્ષણ બગાડ્યા વગર પરત ફરી કેસ જીતી પેઢીએ સ્થાપેલ કોલેજનું સીલ તોડાવી ચાવી સોપી. અને જીવનના ઉતાર-ચડાવથી ઘણું શીખી અભ્યાસને સફળ કર્યો.
આરતી ભાડેશીયા(અમદાવાદ)