ચા મને કપમાં જ ગમે
કપમાં તે ગરમ રહે છે
એ રકાબીમાં ઠંડી લાગે
કપમાં ચા ઊંચાઈએ જાય
રકાબીમાં કદ ઘટે વિસ્તાર વધે
કપમાં સુગંધ છેક સુધી રહે
રકાબીમાં સુગંધ વિખેરાઈ જાય
કપને એક આંગળીથી પકડી શકો
રકાબીમાં પાંચ આંગળી વપરાઈ જાય
કપમાં ગરમ ચા પીઓ તો સમય લઈને
રકાબીમાં જલદી પીવી એ મજા મારી નાંખે
એટલે જ મને ચા ફકત અને ફકત કપમાં ગમે.
- મહેન્દ્ર શર્મા ચા પ્રેમી