એક સીધા રસ્તા જેવો તું..
આડીઅવળી ગલી જેવી હું..
એક ઊંડા સ્મિત જેવો તું..
ખડખડાટ હાસ્ય જેવી હું..
શાંત ઊંડા સાગર જેવો તું..
ખળખળ વહેતા ઝરણા જેવી હું..
નવીનકોર પુસ્તક ના પહેલા પાના જેવો તું...
કોઈ જૂના પુસ્તક ના આખરી પાના જેવી હું..
ઓછું પણ સરળ બોલનાર તું..
નકામી બક્વાસ કરવા વાળી હું..
કાચ ની જેમ તૂટી ગયેલ તું ..
એ કાચ ના દરેક ટુકડા ને જોડવા વાળી હું..
અધૂરી રાત ના સપના જેવો તું..
પૂરું થયેલી સપનું હું..
આકાશ ના ચાંદ જેવો તું..
ખૂણા માં રહેલ તારા જેવી હું..
નાના બાળક ના હાસ્ય જેવો તું..
કોઈ વ્યકિત ના ગૂઢ રહસ્ય જેવી હું..
અધૂરી રહી ગયેલ વાત જેવો તું..
એ વાત ને પૂરી કરતી હું..
સપના જોવા વાળો તું...
સપના જોવાના મૂકી દીધેલ હું..
પરિવાર માં ગુચવાય ગયેલ તું..
બધા નો મોહ છોડી ચૂકેલી હું..