રાત ના દોઢ વાગ્યે મેચ જોતા જોતા
સુઈ ગયેલ સંતાન ની ચાદર સરખી કરી
બેડ રૂમ માં સુઈ ગયેલ શ્રીમાન નું લેપટોપ બંધ કરી
પંખા નીચે ફરફર ઉડી રહેલ પેપર એક જગ્યા એ મુકી
મોબાઈલ માં ૫:૩૦ નું એલાર્મ સેટ કરી
ચાર કલાક માટે પોઢવાથી
એ મૃગ નયની આંખો ની આસપાસ
જે આછા કુંડાળા દેખાય એ છે
એક સ્ત્રી ની સુંદરતા સાહેબ..!!
🙏👍