મારાથી નહીં સહન થાય તારો વિરહ..
તારે જવું જ હોય તો પહેલા કહી દેજે..
મારાથી નહીં થાય આંસુ છુપાવવાનું..
તારે રડાવવું જ હોય તો પહેલા કહી દેજે..
હું નહીં થઈ શકું તારાથી અલગ..
તારે દૂર જવું જ હોય તો પહેલા કહી દેજે..
મારાથી નહીં થઈ શકે સપનાની રાખ..
તારે સળગાવવું જ હોય તો પહેલા કહી દેજે..
તારા વગર નહીં જીવી શકાય..
મારવી જ હોય તો પહેલા કહી દેજે..
મારાથી નહીં જીલી શકાય એકલતા..
તારે જવું જ હોય તો પહેલા કહી દેજે..
મારાથી નહીં જોઈ શકાય તને બીજા સાથે..
બીજા પાસે જવું જ હોય તો પહેલા કહી દેજે..