મને રોજ મમત્વની અસર આપો.
એ પામવાને મને મારું ઘર આપો.
જ્યાં હોય સતત સ્નેહ સરવાણી,
એવું ભીનુંભીનુંને માતબર આપો.
મને મળે સલામતી પગ મૂકવાથી,
એવું એકાદ રક્ષક અજીર આપો.
પરિવાર હોય લાગણીસભર વળી,
સર્વદા સ્નેહસુગંધ અત્તર આપો.
સહકાર, સંપ અને સરળતા હોય,
પારસ્પરિક રહેનારી સબર આપો.
સ્વર્ગ, સાકેત જ્યાં લાગે વામણાં,
એકમેકની કરતા હો કદર આપો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર