ક્યારેક વાંચી લેજે ના કહેલા શબ્દો,
ક્યારેક વાંચી લેજે મનમાં ચાલતી ગડમથલ,
ક્યારેક વાંચી લેજે મારી ઉદાસી ના કારણો,
ક્યારેક વાંચી લેજે જીવનમાં ચાલતી ઉથલપાથલ.
કહીશ હું તો સમજાશે નહીં,
ગળમથલ આ શબ્દો વિનાની,
ભરેલી લાગણીઓ છે એમાં,
પરંતુ શબ્દો નો ઓપ તેને આપી શકાતો નથી,
ક્યારેક તો તું વાંચી લેજે આ ગઢમથલ.
#Reading