મીઠું બોલો તો જીભની શુગર પોઝિટિવ,
સાચો બોલો તો જીભ તો જહેર પોઝિટિવ,
ભૂલ ચિંધો તો દિલ્ માં લાગી મીરચી પોઝિટિવ,
મૌન રહો તો મનની ખટાશ પોઝિટિવ,
જો બોલી નાખો તો આંખની રતાશ પોઝિટિવ,
માંગ્યું કાંઈ તો જવાબ માં મોળાશ પોઝિટિવ,
જીવનમાં બનતી દરેક ઘટનાના જવાબમાં મળતા સ્વાદની મધુરતાના અદભુત સ્વાદ માણવાની મોકળાશ પોઝિટિવ. ...
###₹મિત્રો જીવનમાં બનતી દરેક ઘટના જીવનના અલગ અલગ સ્વાદ ચખાવી જાય છે. પણ એક વસ્તુ તમે નોટ કરી કે જીવનમાં દરેક પ્રકારનો સ્વાદ છે અને સ્વાદ છે મતલબ સ્વાદનું હોવું અને સ્વાદનું હોવું એટલે જીવન સુંદર ઘટનાઓથી રંગબેરંગી હોવું અને જીવનમાં રંગ હોવા એટલે જીવન પોઝિટિવ હોવું કહી શકીએ. ###
#Positive