સપનાની દુનિયામાં હું સ્મિત મધુર લાવી છું..
કોરી આંખોમાં હું ભીનું આંજણ લાવી છું..
નવી દુનિયામાં જુના વિચાર લાવી છું..
શબ્દોથી વાતો ન થાય એમ ..
એટલે જ હું મનનો દરિયો લાવી છું..
સ્મિત ખુશીઓ દેખાડે છે પણ ..
હું તો આંસુ હરખના લાવી છું..
મીઠપની હું દુનિયામાં..
ખારો દરિયો લાવી છું..
સંગીતની આ દુનિયામાં ..
હું બંગડી નો રણકાર લાવી છું..