#લાગણીઓની સફરે
#nature
#સેજલ રાવલ
મેં આંગણે વાવ્યો એક લીમડો,
લીલાછમ્મ લીમડાના પાન..
ત્યાં ચકલીએ બાંધ્યો એક માળો,
ને માળામાં બચ્ચાં છે ચાર..
પંખીઓ વિના સૂનો લીમડો,
ને લીમડા વિના નોધારા પંખી..
બેયને કેવો એકબીજાનો આશરો...
જયાં સુધી આંગણામાં એક ઝાડ અને ઝાડ ઉપર પંખી છે,
ત્યાં સુધી આશા જીવંત છે....