તારી જિંદગી મા હવે રસમગ્ન થઇ જાંઉ એવી ઊંડાઈ થવા દે,
તુ મળે કે ના મળે નિષ્પ્રાણ થઇ જાઉ એવો તલ્લીન થઈ જવાદે.
રગ રગમા જેમ લોહી વહે એમ તારી રૂહને મારી બનવા દે,
જેમ છોડ પર ફૂલ ખીલે અને રસ ઉમટે એમ સંપૂર્ણ પણે હળવા દે.
જગનું કાઇ પણ મને જ્ઞાન નથી તુ જ મારુ જગનો હવે તારણહાર છે,
તારા સિવાય હવે કાઇ નથી જાણવું બસ આ જગથી અજાણ રેવાદે.
ઓળખાણ મડે ભવ ભવ પાર થવાની એવો ખયાલ થી દુર થવા દે,
અખૂટ હોય જો પ્રેમ તારો એને મને હૈયામા ભરવા દે.
DEAR ZINDAGI ☺