ધીનો દિવો કરવાથી વાતાવરણ માં પ્રાણવાયુ વધે છે મારી,
માતાને ખબર નહોતી છતાં રોજ સંધ્યાવંદન કરતી હતી.
ઘંટી પર ધાન દળવાથી શરીરની નકારાત્મકતા ઓગળતી હતી, મારી માતાને ખબર નહોતી છતાં જુવાર, બાજરી દળતી હતી.
અગ્નિમાં જવ,તલ, હોમવાથી પ્રકૃતિમા ઓઝોનનું આવરણ,
વધે છે મારી માતાને ખબર નહોતી છતાં રીત નિભાવતી હતી.
પોતે છાને ખૂણે રડીને અનેક બલિદાનો આપીને સહનશક્તિની,
મૂર્તિ બનીને ભારતની આર્યનારી સમગ્ર પરિવારને હસાવતી હતી
કયારેક જીજાબાઇ તો ક્યારેક જયવંન્તા બાઈ બનીને ભારત ભૂમિની રક્ષા કાજે પોતાના વ્હાલ સોયા પુત્રો આપતી હતી.
લી. ચૌહાણ સુરજબા "આર્ય " મુન્દ્રા (કચ્છ)