દરિયાનાં જળની ખારી સુગંધ,
સ્વિમિંગ પુલમાં ક્યાં જડવાની!
વરસાદે ભીંજાતી માટીની ખુશ્બુ,
ઘરના કૂંડામાં ક્યાં જડવાની!
હવામાં લહેરાતી ફૂલોની ફોરમ,
અત્તરની શીશીમાં ક્યાં જડવાની!
કદી કુદરતના ખોળે માથું મૂકીને જો ,
ખુદની ઓળખ ભીડભાડમાં ક્યાં જડવાની!!
-તની
#Nature