તારું એ રૂઠીને મલકાવું યાદ છે મને..
તારું એ હંમેશા મોડું આવું યાદ છે મને..
તારા એ ઝાંઝર નો રણકાર યાદ છે મને..
તારી એ બિંદી નો શણગાર યાદ છે મને..
તારી એ પાંપણ નો પલકારો યાદ છે મને..
તારી એ કામણગારી આંખોનું કાજલ યાદ છે મને..
તારી મને જોઈને આવતી એ મધુર સ્મિત યાદ છે મને..
તારી નજીક આવતા સંભળાતો એ ધબકારો યાદ છે મને..
તારી એ પહેલા પ્રેમની નાદાનગી ભરી વાતો યાદ છે મને..
તારો એ આત્માને સ્પર્શતો અવાજ યાદ છે મને..
તારી એ બંગડી નો રણકાર યાદ છે મને..
તારી એ અણીયારી આંખોનો ખનકાર યાદ છે મને..
તારું દિલમાં ઉતરી ગયું સૌંદર્ય યાદ છે મને