દરિયાની લહેર જેવો તું..
શાંત સરોવર જેવો તું..
કુદરતની કરામત અજુબો તું.
સાગર જેવી ઊંડી આંખો જેવો તું..
સવારની પહેલી કિરણ તું ..
ફૂલની મીઠી સુગંધ એટલે તું..
આંખોનું એક સુંદર સ્વપ્ન એટલે તું..
ભગવાનની અનમોલ ભેટ એટલે તું..
સપનાઓની ઊંચી ઉડાન તું..
હાસ્યની અઢળક દુકાન તું..
મારા દરેક જખ્મ ની દવા તું..
મારી દરેક સમસ્યાનું સમાધાન તું..
મારા માટે સ્નેહની નદી તૂ..
મારા માટે વહાલનો દરિયો પણ તું.