તમારી રૂહ સાથે જોડાઈ હું..
મારી રૂહને અલગ કરી તમે.
તમારા સપનાને આકાશ આપ્યું મે..
મારી દુનિયાને પાંજરા માં પૂરી તમે..
તમારા સુખ દુઃખમાં સાથ આપ્યો મેં ...
મારા દુઃખની પરવા પણ ના કરી તમે..
તમારા પરિવારને એક કર્યો મેં ...
મારા પરિવારને અપ શબ્દો કહ્યા ..
તમે તારા ભૂતકાળને અપનાવ્યો મેં ...
મારા વર્તમાનને ધિકાર્યો તે ...
તારી સાદગીને પણ નિખારી મે...
મારી સુંદરતાને અપખોડી તે ..
તારી ખુશીને આવકારી મેં ...
મારી પીડાને પણ તરછોડી તે ...
તારી સાથે જન્મો જનમ જોડાઈ હું..
એક જનમ પણ મને તારી ના બનાવી તે..